સામગ્રી
10 નંગ - કાશ્મીરી લાલ મરચાં
2 ચમચી - સમારેલું લસણ
5 ચમચી - વિનેગર
1 ચમચી - સાકર
2 ચમચી - તલનું તેલ
સ્વાદાનુસાર - મીઠું
10 નંગ - કાશ્મીરી લાલ મરચાં
2 ચમચી - સમારેલું લસણ
5 ચમચી - વિનેગર
1 ચમચી - સાકર
2 ચમચી - તલનું તેલ
સ્વાદાનુસાર - મીઠું
બનાવવાની રીત
સૌ પ્રથમ લાલ કાશ્મીરી મરચાંના ડીંટા કાઢીને તેને 30 મિનિટ નવશેકા ગરમ પાણીમાં રાખી મૂકો. ત્યાર પછી તેમાથી પાણી નીકાળી લો. હવે પલાળેલા કાશ્મીરી મરચા, લસણ, સાકર, વિનેગર અને મીઠું મિક્સ કરી લો. તેને મિક્સરમાં ક્રશ કરી લો. હવે તેને એક બાઉલમાં નીકાળી લો અને તેમા તલનું તેલ ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
તૈયાર છે ચીલી ગાર્લિક સોસ. જેને તમે એરટાઇટ બરણીમાં ભરીને ફ્રીઝમાં મૂકી દો. જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરી શકો છો.
તૈયાર છે ચીલી ગાર્લિક સોસ. જેને તમે એરટાઇટ બરણીમાં ભરીને ફ્રીઝમાં મૂકી દો. જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરી શકો છો.
0 Comments