પિઝાનું નામ આવતાની સાથે બાળકોથી લઇને મોટા દરેક લોકોના મોં પર એક અલગ સ્માઇલ જોવા મળે છે. આજકાલ ક્યારેય પણ ભૂખ લાગે તો ખાસ કરીને યંગસ્ટર્સ કે બાળકો પિઝા ખાય છે. પરંતુ પિઝાનો રોટલો મેંદાનો હોવાથી કેટલીક વખત તે યોગ્ય રીતે પચતો નથી. તો આજે અમે તમારા માટે ભાખરી પિઝાની રેસીપી લઇને આવ્યા છીએ. આવો જોઇએ કેવી રીતે બનાવાય ભાખરી પિઝા…
સામગ્રી
5 ચમચા- ઘઉંનો લોટ
1 કપ - ટમેટો સોસ
2 ક્યુબ - ચીજ
1નંગ - ટામેટું
1 નંગ -ડુંગળી
1 કપ - ગ્રીન ચટણી
1 નંગ - કેપ્સિકમ
1 ચમચી - લાલ મરચું
સ્વાદાનુસાર - મીઠું
બનાવવાની રીત
સૌ પ્રથમ ઘઉંના લોટમાં મીઠું અને મરચું ભેળવી કઠણ કણક તૈયાર કરો. આ કણકના લુવા પાડી લો. તેમાંથી એક મોટો અને જાડો રોટલો તૈયાર કરો. હવે આ રોટલો ઓવનમાં શેકો ઓવન ન હોય તો તમે નોનસ્ટીક પર વાસણ ઢાંકી રોટલો ભાખરી જેવો કડક શેકી શકો છો. હવે આ રોટલા પર ગ્રીન ચટણી અને સોસ લગાવો.
તેની ઉપર ડુંગળી, ટામેટા અને કેપ્સિકમના ઝીણા ટુકડા ઉમેરો. હવે ચીઝ છીણીને પાથરો. આ રોટલાને ફરી એક વખત ગેસ પર ઢાંકીને મુકો, જ્યાં સુધી ચીઝ મેલ્ટ ન થાય ત્યાં સુધી તેને ગરમ થવા દો. આ ગરમ ગરમ ભાખરી પીઝા તમારા બાળકને સર્વ કરો. જો તમારા ઘરે વધેલી ભાખરી પડી હોય તો તેનો પણ ઉપયોગ કરી શકો છો.

0 Comments