તમે ઘણી વખત બિલાડી ના રસ્તો કાપવા પર રસ્તા ઉપર ઉભા રહેતા જોયા હશે. આ વાત ત્યારે વધુ અંધવિશ્વાસ જેવી લાગે છે જયારે બિલાડી નું રસ્તો કાપ્યા પછી બીજાના જવાની રાહ જોવી અને જયારે કોઈ તે રસ્તા ઉપર થી પસાર થઈ ગયું અને તે રસ્તા ઉપર થી બિલાડી નો ખરાબ પ્રભાવ ત્યાંથી પૂરો થઈ ગયો અને તે રસ્તા ઉપર થી આરામ થી જઈ શકયે છીએ. પરંતુ શું તમે જાણો છો એવા ઘણા રસ્તા છે જ્યાં બિલાડી વારંવાર રસ્તો કાપે છે અને એવા પણ ઘણા રસ્તા છે જ્યાં બિલાડી રસ્તો કાપે છે પરંતુ આપણ ને ખબર પણ નથી હોતી.
કોઈ પણ કારણ ના મળવા થી અમુક લોકો આ માન્યતા ને ખોટી પણ માને છે એન કોઈ લોકો ડર ના કારણે રસ્તો કાપવાથી ઘબરાય છે.
પરંતુ બિલાડી રસ્તો કાપે તો ઉભું કેમ રહી જવું જોઈએ એની પાછળ પણ લોજીક છે અને આ લોજીક જુના જમાનામાં ફીટ પણ બેસી જતું હતું. જુના જમાનામાં બળદ ગાડા અને ઘોડા ગાડી ને કારણે કોઈ પણ પ્રકાર નું કાળું પ્રાણી રસ્તા ઉપર થી પસાર થાઈ ત્યારે આ જાનવર ડરી જતા હતા અને ભય થી અલગ અલગ દિશા માં ભાગવા નું શરુ કરી દેતા હતા.
આ કારણ સર પ્રાણીઓં ને કાબુ માં રાખવા માટે એ સલાહ આપવા માં આવતી હતી કે સાંજ ના સમયે રસ્તા ઉપર સરખી નજર રાખવી જોઈએ કેમ કે કાળા જાનવર રસ્તો કાપવા થી બળદ ગાડી અને ઘોડા ગાડી ના જાનવર ભયભીત ના થાય. જુના જમાનાનું આ લોજીક ના કારણે લોકો રસ્તો પાર ના કરતા હતા.
0 Comments