હેડકી શરુ થતા ની સાથેજ લોકો આવું માની લેઈ છે કે કોઈ તેમને યાદ કરી રહ્યું છે. પરંતુ આની પાછળ છે બહુ મોટું કારણ. જાણકાર લોકો ના હિસાબે વાતાવરણ માં પરિવર્તન, ગરમ વસ્તુ પછી ઠંડુ ખાવું, સિગારેટ પીવી અને ટેન્સન નું વધી જવું આવા કારણો સર પણ હેડકી આવી શકે છે. હેડકી થી છુટકારો મેળવવા માટે નીચે આપેલા ઉપાયો કરી શકો છો.
જયારે હેડકી આવે ત્યારે કોઈ હેરાન કરવા વાળી વાત બતાવે અથવા તો ધ્યાન ભટકાવે તો હેડકી બંધ થઈ શકે છે.
હેડકી થી છુટકારો મેળવવા ગાળા ઉપર ઠંડા પાણી નું કપડું અથવાતો બરફ રાખી શકો છો.
હેડકી સમય એ એક ચમચી તમે મધ ખાઈ શકો છો. અચાનક મળતી મીઠાસ તમારું શરીર બેલેન્સ કરે છે.
જો નશા ના કારણે હેડકી આવતી હોઈ તો તમે લીંબુ પણ ચાવી શકો છો. લીંબુ નો ચોથો ભાગ કાપીને મો ની અંદર રાખી શકો છો
0 Comments