વર્તમાન સમય માં ખાવા પીવા માં લોકો ની પસંદ અલગ અલગ છે કોઈ સ્વાદ લેવા માટે કહ્યં છે તો કોઈ પેટ ભરવા માટે ગમે તે ખાઈ લે છે. પરંતુ આજ ખાવા પીવા ની વસ્તુ માં કેટલીક વસ્તુ એવી છે જે રોગ નું જડ છે અને તેના સેવન થીજ અમુક રોગ ની શરૂઆત થાય છે તો ચાલો આજે જાણીએ એવી વસ્તુ અને બની શકે તો તેનું સેવન ઓછું કરીએ.

1) ચા :-

             ઘણા લોકો એવા હોય છે કે જે સવારે ઉઠી ને ખાલી પેટ ચા પીવાનું પસંદ કરે છે પરંતુ ચા માં કેફીન નું પ્રમાણ વધારે હોય છે અને ખાલી પેટ ચા પીવાથી લીવર ખરાબ થવાની સમસ્યા થાય છે અને પેટ ને લગતી ઘણી બીમારી નું પણ મૂળ ચા છે.

2) કોલ્ડ્રિંક્સ :- 

          લગભગ બધા લોકો ને ખબર જ હશે કે કોલ્ડ્રિંક્સ માં એક પણ પદાર્થ એવો નથી કે જે શરીર માટે ફાયદાકારક હોય છે અને તે શરીર માં કોલેસ્ટ્રોલ નું પ્રમાણ વધારે છે અને હાર્ટ એટેક નું જોખમ વધારે છે.

3)અથાણું :-

          અથાણું બનાવવામાં મીઠું અને મસાલા નો ઉપયોગ વાધારે કરવામાં આવે છે જેના કારણે અથાણાં માં સોડિયમ નું પ્રમાણ વધારે થઇ જાય છે. અને સોડિયમ ની માત્ર શરીર માં વધવા થી બ્લડ પ્રેસર ની સમસ્યા ચાલુ થાય છે.

4) તેલ :-

         ઘણા લકો જે ખાવા માં રીફાઇન્ડ તેલ વારવાનું પસંદ કરે છે તે લોકો માટે જાણવું જરૂરી છે કે તેનાથી ભોજન સ્વાદિષ્ટ તો બને છે પરંતુ કેટલીય બીમારી ને આગળ પણ વધારે છે માટે ખાવામાં સરસો નું તેલ અથવા સોયાબીન નું તેલ વાપરવું જોઈએ અને તે પણ ઓછી માત્ર માં જ.