દૂધ-દહીં અને ડેરીની બીજી પ્રોડક્ટ્સમાં પ્રોટીન, વિટામિન ડી અને પોટેશિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે, જો આપને આ બધી જ ડેરી પ્રોડક્ટ્સ સૌ બંધ કરી દઈએ તો શરીરમાં ન્યુટ્રીએંટ્સની કમી થઈ જાય છે. પરંતુ જો ડેરી પ્રોડક્ટ્સને વધારે માત્રામાં લેવા માંડીએ તો પણ નુકસાન પહોંચી શકે છે. માટે દૂધ અને દહીંને પણ વધારે માત્રામાં ન લેવા જોઈએ.આ કારણે શું નુકસાન થાય છે તેની ચર્ચા અપને કરીએ.

વજનમાં વધારો :
ડેરી પ્રોડક્ટસનું વધારે સેવન તમારા વજનમાં વધારો કરી શકે છે, માટે તમે જો વધારે વજનથી પીડાતા હોય તો પહેલાં એ તપાસવું કે ક્યાંક રોજીંદા આહારમાં ડેરી પ્રોડક્ટનો અતિરેક તો નથી થતોને


એનરજી :
ડેરી પ્રોડક્ટમાં ટ્રિપ્ટોફોન હોય છે, જેથી શરીરમાં થાક લાગે છે અને ઊંઘ પણ આવે છે, માટે સ્કૂર્તી લેવલ વધારવું હોય તો ડેરી પ્રોડક્ટ ખાવામાં કંટ્રોલ કરવો.

હેલ્ધી સ્કીન :
ડેરી  પ્રોડક્ટનાં વધારે પડતા સેવનથી ત્વચા ઉપર ખીલ થઇ શકે છે,  તેમજ સ્કીનને લગતી બીજી બીમારી પણ થઈ શકે છે, માટે ત્વચાને સુંદર રાખવી હોય તો ડેરી પ્રોડક્ટના સેવનને માપસર બનાવવું.

દૂધની એલરજી : 
દૂધની એલરજી હોય તો તમને તેની બીમારીઓ થઈ શકે છે, જેમાં ગેસ, અપચો, પેટમાં ગડબડ અને દુખાવો વગેરે રહે છે.


અસ્થમા :
ડેરી પ્રોડક્ટથી અમુક લોકોને કફનો પ્રોબ્લેમ થઈ શકે છે, અને આ કારણે અસ્થમાની તકલીફ પણ થઈ શકે છે. માટે બને ત્યાં સુધી કોઈ ખાદ્ય પદાર્થના સેવનનો અતિરેક ન કરતા તેને માપમાં આરોગવું વધારે જરુરી છે.