ભારતમાં ઘણા સમય પહેલેથી સૂર્યોદય પહેલા જ ફાંસી આપવામાં આવે છે, પરંતુ કોઈના પણ દિમાગમાં સવાલ નથી ઉઠતો કે આખરે સૂર્યોદય પહેલાં જ ફાંસી કેમ? જણાવી દઈએ કે બ્રિટિશ રાજના સમયમાં પણ સૂર્યની પહેલી કિરણ નિકથા પહેલા જ ફાંસીની સજા આપવામાં આવતી હતી. દેશમાં છેલ્લે પુણે જેલમાં 2012માં ફાંસી આપવામાં આવી હતી.

છેલ્લે કસાબને ફાંસી મળી હતી

તે સમયે આતંકવાદી અઝમલ કસાબને ફાંસીએ લટકાવવામાં આવ્યો હતો. પરંતુ જણાવી દઈએ કે આવું માત્ર ભારતમાં જ નથી થતું બલકે દુનિયાભરના તમામ દેશોમાં પણ આ રિવાજ છે. ત્યાં પણ ફાંસી સવારે સૂર્યોદય પહેલા જ આપવામાં આવે છે. ભારતના જેલ મેન્યૂઅલમાં આમ તો ફાંસી વિશે સ્પષ્ટ દિશા નિર્દેશ નથી. તેમાં પણ કહેવામાં આવ્યું છે કે ફાંસી સૂર્યોદય પહેલા જ અપાવી જોઈએ.

સૂર્યની પહેલી કિરણ નિકળતા પહેલા

મતલબ કે સૂર્યની પહેલી કિરણ નિકળતા પહેલા આ સંપન્ન થવી જોઈએ. જો કે હવામાન હિસાબે ફાંસીનો સમય સવારે બદલી જાય છે. જે નક્કી કરવાનું કામ કેન્દ્ર અને રાજ્ય સરકારનું હોય છે. સૂર્યોદય પહેલા ફાંસી આપવા પાછળ ત્રણ કારણ છે, જે પ્રશાસન, વ્યવહારુ અને સામાજિક પાસાં સાથે જોડાયેલ છે.

આ માટે દિવસે ફાંસી આપવામાં આવે છે

માનવામાં આવે છે કે જો દિવસ દરમિયાન ફાસી આપવામાં આવે તો જેલનું ધ્યાન તેના પર જ ટકી રહે છે. જેનાથી બચવાની કોશિશ હંમેશા કરવામાં આવતી હોય છે. જેથી ફાંસીની અસર જેલના અન્ય કાર્યો પર ના પડે અને બધું કામ રાબેતા મુજબ થતું રહે. આ ઉપરાંત ફાંસી થયા બાદ મેડિકલ પરીક્ષણ પણ થાય છે. સાથે જ કેટલાય પ્રકારના પેપર વર્ક પણ થાય છે. આ બધાં કામોમાં સમય લાગે છે.

આ પણ કારણ છે?

આની પાછળનું કારણ એ પણ છે કે જે શખ્સને સવારે ફાંસી આપવામાં આવે છે, તે સમયે તેનું મન વધુ શાંત હોય છે. જેથી સવારે ઉઠ્યા બાદ ફાંસી આપવાથી તે શારીરિક તણાવ મહેસૂસ નથી કરતો. આ ઉપરાંત જો દિવસના સમયે તેને ફાંસીએ ચઢાવી દેવામાં આવે તો શારીરિક અને માનસિક તણાવ બગડી શકે છે.

3 વાગ્યે ઉઠે ખે અપરાધી

જેને ફાંસી આપવામાં આવે છે તેને 3 વાગ્યે ઉઠાડીને ફાંસી પહેલા બધાં જ કામ નિપટાવવાના હોય છે. આ દરમિયાન તે પ્રાર્થના કરી શકે છે કે પછી સોચ વિચાર કરી શકે છે. ફાંસી બાદ અપરાધીના મૃતદેહને તેના પરિવારને સોંપી દેવામાં આવે છે. જેથી તેઓ સમય રહેતાં દિવસે તેના અંતિમ સંસ્કાર કરી શકે.

સામાજિક પાસું

આ ઉપરાંત ફાંસીનું સામાજિક પાસું પણ એ છે કે ફાંસી મોટાપાયે લોકોનું ધ્યાન ખેંચે છે. જેનાથી જેલની બહાર લોકોની ભીડ એકઠી થવાની આશંકા બની રહે છે. જે કારણ કોશિશ કરવામાં આવે છે કે લોકો ઉઠે ત્યાં સુધીમાં અપરાધીને ફાંસી આપી દેવામાં આવે. આ ઉપરાંત જો આ સજાની તૈયારીની વાત કરીએ તો ફાંસીની સજા આપવા માટે 15 દિવસ પહેલા જ તૈયારીઓ શરૂ થઈ જાય છે. આના માટે ખાસ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવે છે, જે 4 ફીટ ઉંચું હોય છે.

જલ્લાદ પાંસી આપી છે

આ પ્લેટફોર્મથી જલ્લાદ અપરાધીને ફાસી આપે છે. જણાવવામાં આવે છે કે જે ટી શેપ થાંભલાથી ફાંસીનો ફંદો લટકાવવામા આવે છે, તે 10 ફીટ ઉંચો હોય છે. ફાંસીનો ગાળિયો ડોકમાં ફસાતા જ શરીરનું આખું વજન નીચે તરફ જવા લાગે છે. થોડી વારમાં જ ફાંસી આપનાર કેદી બેભાન થઈ જાય છે, શ્વાસ લેવાની પ્રક્રિયા બંધ થઈ જાય છે. માનવામાં આવે છે કે ફાંસી લગાવ્યા બાદ પાંચ મિનિટથી લઈ 20 મિનિટમાં મોત થઈ જાય છે. જે બાદ ડૉક્ટર તપાસ કરીને જણાવે છે કે અપરાધીનું મૃત્યુ થઈ ગયું છે કે નહિ.