મેષ

આજે ઐપ ધ્યાન રાખજો કે આપ કોની પર ભરોસો કરી રહ્યા છો. આપની ટેળ છે કે આપ આંખ મીંચીને કોઈ પર ભરોસા કરી લો છો પોતાની એ આદતને બદલી નાંખો નહિતર કોઈક દિવસ આપે પસ્તાવું પડશે તથા આપ કાંઈક મુશીબતમાં ફસાઈ શકો છો. કોઈ પણ નિર્ણય લેતી વેળાએ પોતાના અંતરની અવાજ સાંભળો. જો સામેવાળી વ્યક્તિ આપને સારી લાગે તો પણ પોતાની જીંદગીનું સુકાન એના હાથમાં ન સોંપતા.

વૃષભ

પોતાના નિયંત્રણ બાહરની સ્થિતિમાં પડવાની જરૂર નથી. એમાં વધુ પડતો રસ લેવાથી પરિસ્થિતિ બગડી શકે છે. થોડીક મુશ્કેલીઓનો સામનો કરાયા પછી આપને સફળતા જરૂર મળશે. ધીરજ અને હિંમત રાખજો.

મિથુન

આજે પોતાને કોઈ પણ ઉપાધિમાંથી બચાવવાને માટે કોઈએ આપેલી માહિતીથી સત્યતાની ખાત્રી અવશ્ય કરી લેજો. અમસ્તી કોઈ વાત કે અફવાને સાંભળીને કોઈ નિર્ણય ન લેશો. ધ્યાન રાખજો કે આપ સાચી માહિતી પરજ કામ કરી રહ્યા છો.

કર્ક

આજે આપે પોતાના ઉગ્ર સ્વભાવને કાબુમા રાખવો જોઈશે નહિંતર બીજા લોકો આપનાથી અંતર રાખવા લાગશે. પોતાની જીંદગીના મુદ્દાઓને લઈને આપ ખૂબજ ભાવુક થઈ જાવ છો પરંતુ તો પણ પોતાનું મગજ શાંત રાખશો. યાદ રાખો જો આપ મનમો દીધા વગર વર્તશો તો બીજાઓની નજરમાં આપની છાપ બગડી શકે છે.

સિંહ

અચાનક આવેલી સમસ્યાઓ આજે આપને કોઈ મુંઝવણામાં નાખી શકે છે. આ સમસ્યાઓ આપના કામમાં ઉંધું ચત્તું કરી શકે છે. સમયના આ પડકારનો મક્કયતાપૂર્વક સામનો કરો અને જીત મેળવો. આપ ફરીથી સાચા માર્ગે આવી જાવે.

કન્યા

બીજા લોકો આપની મદદ કરે કે ન કરે પરંતુ આપ બીજાઓની સમસ્યાઓ ઉકેલવામાં એમને મદદ કરશો. આજે આપ પોતાને સ્થિર અને બીજાઓની મદદ કરવા યોગ્ય માનશો. આપને બીજાઓની મદદ કરવાથીજ ખુશી થશે એટલુજ નહી બલ્કે એમના ચેહરા પર ખુશી જોઈને પણ ખુશી થશે.

તુલા

મુશીબતમાં હારી ન જશો. ફરીથી પ્રયાસ કરજો. આજે આપને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવી પડી શકે છે. પરંતુ આપના આત્મવિશ્વાસ અને રચનાત્મકતાને લીધે આપને જીત જ મળશે. જીવન પ્રત્યે રચનાત્મક વિચારો રાખવા આ સમયે ખૂબજ આવશ્યક છે. આજે આપ પોતાના દૃઢ ઈચ્છા અને ચતુરાઈથી બધીજ મુશ્કેલીઓ પર વિજય મેળવી શકશો.

વૃશ્ચિક

આજે આપનું મન કોઈ સામાજીક કાર્યને માટે દાન આપવાનું થશે. પોતાના મનની વાત સાંભળો અને કોઈ સામાજીક સંસ્થાની મદદ કરજો. આ પૂણ્ય કાર્યથી જેટલી ખુશી લેવાવાળાને થશે એટલીક ખુશી આપને પણ થશે.

ધન

આજે આપ પોતાના પ્રિયજનોની સેવામાં હાજર રહેવા ચાહશો. આજે જેટલું બની શકે નમ્ર બનવાનો પ્રયાસ કરજો અને પોતાના પ્રિયજનો સાથે પ્રેમપૂર્વક વર્તજો. એ લોક આપના આ વહેવાર માટે આપનો આભાર માનશે. આજે આપને લાગશે કે, આજે આપ ને કોઈ કરશો એનાથી ભવિષ્યમાં આપને જરૂર લાભ થશે.

મકર

આજે આપની પાસે જેટલા સંસાધન છે એનો ઉપયોગ સમાજના કલ્યાણમાં કરો સાથે પોતાનાઓને પણ ખુશ કરવાનો પ્રયત્ન કરજો. આજે આપ કંઈક દાન કરશો અથવા સાથીને માટે કોઈ ભેટ ખરીદશો. કોઈ પણ રીતે આપના સંસાધનોથી જોઈને કોઈને લાભજ થશે.

કુંભ

જો આજે આપની પાસેથી કોઈ સામાજીક કાર્ય માટે મદદ માંગવામાં આવે તો પણ હાલતમાં પાછળ ન રહશો. એથી જરૂરિયાતવાળાઓની મદદ થશે જ પણ આપને ખૂબજ સંતોશ થશે. આગળ વધો અને આ અનુભવનો આનંદ ઉઠાવો.

મીન

આજે આપ પોતાના ઘરમાં સુખ અને શાંતિની અપેક્ષા રાખી શકો છો. મહેમાનોનું આજે આપના ઘરે ખૂબજ સ્વાગત થશે. અને આપ પણ એમની સાથે ખૂબજ આનંદ લેશો. એવી સામાજીક પ્રવૃત્તિઓમાં લેતા રહો આપને ખૂબજ ખુશી થશે.