મેષ
આજે કદાચ આપ નવા સંબંધનો પાયો નાંખો. આપનો આ દોસ્ત ખરાબ સમયમાં પણ આપનો સાથ પણ આપશે. આપને લાગશે કે આપ કેવા ભાગ્યશાળી છે કે આપને આવો દોસ્ત મળ્યો. આપ આ દોસ્ત આપની જીંદગીમાં આવવા બદલ ભગવાની કૃપાજ સમજશો.
વૃષભ
કદાચ જીવનપર્યંત નભવાવાળી આ દોસ્તી છે. દોસ્ત આવે છે અને ચાલ્યા જાય છે પરંતુ આ નવા દોસ્ત દરેક સુખદુખમાં આપનો સાથ આપશે. જોકોઈને આપની મદદની જરૂર છે અને તમને બોલીને આપ કહી નથી શકતો તો આપે આગળ વધીને એની મદદ કરવી જોઈએ. આપે આપેલી મદદથી આપનો દોસ્ત ખૂબજ ખુશ થશે.
મિથુન
આજનો દિવસ આપના માટે શાંતિ અને સુખ લઈને આવશે. આજે આપનું મન પોતાના પ્રિયજનોથી મળવાનો પ્રયત્ન કરશે. આ ખુબસુરત ક્ષણો નો પુરો લાભ ઉઠાવશો અને દોસ્તોની સાથે હરવા ફરવા જાવ અને પોતાના તનાવને દૂર ભગાડો.
કર્ક
આજે આપના પોતાના એથી મુલાકાતના જોરદાર સંકેત છે. એ આપને અચાનક મળવાવાળી ખુશી જ છે. આપના જુના દોસ્ત આપના દિલની ખૂબજ નજીક છે. પોતાના દોસ્તોને બતાવો કે એમનું આપની જીંદગીમાં પાછા આવવું આપને કેટલું સારૂં લાગ્યું છે. ધ્યાન રાખશો કે આ સાથ ફરી ક્યારેય ન છૂટે.
સિંહ
આજે આપને એમની સાથે સમય પસાર કરવો જોઈએ જે ઘણાં લાંબા સમયથી આપની સાથે થોડીક પળો વિતાવવાની રાહ જુએ છે. પોતાના દોસ્તોને મળો અથવા પછી પોતાના પરિવારની સાથે થોડોક સમય વિતાવો, આજે એમની સાથે થોડોક સમય વિતાવવો સાથે લાગશે. અને આપ અનુભવશો કે તેઓ આપને માટે કેટલા ઉપયોગી છે.
કન્યા
આજે આપ આખો દિવસ દોસ્તોની સાથે હરવા ફરવા જશો જેની આપને ખૂબજ ખુશી મળશે. આ દિવસોમાં આપના સંબંધો મજબુત બની રહ્યા છે અને આપની આસપાસના લોકો આપની ખુશીનો સ્રોત છે. આજે આપ ખુબ મઝા કરો કારણકે આપ એના હકદાર છો.
તુલા
આજે આપ એવી સ્થિતિમાં હશો કે પોતાના જરૂરિયાતવાળા દોસ્તની વાત સાંભળીને એની મદદ કરી શકશો. આપના વહેવારના વખાણ થશે. આજે આપની દોસ્તી આપના મિત્રને ખૂબજ લાભદાયક પુરવાર થશે. અને ભવિષ્યમાં એ પણ આપની મદદ માટે તૈયાર રહેશે.
વૃશ્ચિક
આજે આપનો કોઈ મિત્ર આપની પાસેથી મદદ માંગી શકશે. આ મિત્રને કદાચ આપની મદદની જરૂર પણ હોય. આ મિત્રની સાથે વફાદારી નિભાવજો એના ભલા માટે આપે એની આલોચના પણ કરવી પડે તો પણ પીછેહટ ન કરશો. જો આપનો મિત્ર કોઈ ભૂલ કરે છે તો એની ભૂલની એને પ્રતીતિ અવશ્ય કરાવો.
ધન
આજે આપ અચાનક જ પોતાના જુના દોસ્તને મળી શકશો જેથી આપને ખુબજ ખુશી થશે. આજે આપ પોતાના જુના મિત્રની સાથે પોતાની જુના યાદોને તાજી કરી શકો છો. આ શુભ અવસરનો પુરો લાભ ઉઠાવજો. આ દોસ્તોની સાથે પોતાનો સંબંધ એમજ બનાવી રાખજો.
મકર
આજે અચાનકજ આપનો કોઈ મિત્ર આપને ઈ-મેઈલ મોકેલશે અથવા પછી ફોન કરશે. આ દોસ્ત કદાચ થોડાંક દિવસોને માટે આપના ઘરે રહેવાપણ આવી જાશે. એનું સ્વાગત કરવા તૈયાર રહો. પોતાના મિત્રની સાથે ખૂબ મઝા કરો.
કુંભ
આજના દિવસે આરામ કરો અને દોસ્તોની સાથે મોજ-મસ્તી કરો. હાલના દિવસોમાં માનસિક તણાવને લીધે આપ કંઈક ગમતું નથી. પણ આજે બધી મુંજવણોને ભૂલી જઈને આપ પોતાના દોસ્તોની સાથે સારો સમય પસાર કરશો. આજે આપને પોતાને તાજા અનુભવવાનો દિન છે.
મીન
આજે કદાચ આપને આપના મિત્રો સાથે સાથે કામ કરનારાઓની કોઈ મદદ નમળે. એથી આપને કદાચ નિરાશા પણ થાય. પરંતુ યાદ રાખજો કે હરકોઈની પોતાની કેટલીક મર્યાદાઓ પણ હોય છે. વગર વિચાર્યે ઉતાવળથી કોઈ નિર્ણય ન કરશો. આત્મવિશ્વાસ ટકાવી રાખજો આજે આપ કોઈ પણ પડકારસમ પરિસ્થિતિનો સ્હેલાઈથી સામનો કરી શકશો.
0 Comments