તુલસીનો છોડ પૌરાણિક સમયથી આપણે ત્યાં પવિત્ર માનવામાં આવે છે. પૂજા-પાઠના કાર્યોમાં તેનો ઉપયોગ હંમેશા કરવામાં આવે છે. તુલસનીનો છોડ આ સિવાય શરીર માટે પણ ઘણું લાભદાયી છે. શર્દી, ખાંસી, માથાનો દુખાવો જેવી બીમારીઓ સિવાય શ્વાસ સાથે જોડાયેલી બીમારીઓમાં પણ તુલસી લાભદાયી છે. બીજા અન્ય પણ એવા રોગો છે જેને તુલસીની મદદથી અટકાવી શકાય છે. રોજ સવારે તુલસીના પાન ખાવાથી ઘણી બીમારીઓથી છૂટકારો મેળવી શકાય છે. તો ચાલો જોઈએ તુલસીના પાન ખાવાથી કંઈ બીમારી સામે લડી શકાય છે.
તુલસી કેન્સર જેવા રોગોને વધતો અટકાવે છે. તુલસીમાં આવેલું એન્ટી ઓક્સિડેન્ટ અને એન્ટી કાર્સિનોજેનીક રસાયણોથી સ્તન કેન્સર અને મોઢાના કેન્સરને વધતું અટકાવી શકાય છે.
શરદીમાં પણ તુલસી ઘણી ગુણકારી છે. તુલસીના પાંદડાને ચામાં નાખીને પીવાથી તમને શરદીમાં રાહત મળશે.
તુલસીના પાંદડા ખાવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે. તુલસીના પાંદડામાં સ્ટ્રેસ દૂર કરનારું હોર્મોન કોર્ટીસોલ આવેલું હોવાથી તેને દરરોજ ખાવાથી તમે સ્ટ્રેસમાંથી મુક્તિ મેળવી શકશો.
માથાના દુખાવાથી પરેશાન હો તો રોજ તુલસીના પાંદડા ખાવા જોઈએ. આ સિવાય તુલસીના પાંદડાને પાણીમાં ઉકાળીને પીવાથી પણ માથાના દુખાવામાં રાહત મળે છે.
લીવરની કાર્યશક્તિ વધારવા માટે અને બ્લડ કોલેસ્ટ્રોલ ઓછું કરવા માટે તુલસીનો ઉપયોગ ઘણો લાભદાયક છે.
તુલસીના પાંદડાને ખાવાથી શ્વાસ અને ગળાની ખરાશ દૂર કરી શકાય છે. તાવ આવતો હોય તો તુલસીના પાંદડા ચાવવાથી તેમાં રાહત મળશે.
0 Comments