મેષ

આજે આપને લાગશે કે હર દિન આપના ઘરમાં નાની નાની વાતો પર ઝઘડા થાય છે. પરિવારના સદસ્યો વચ્ચે મતભેદ વધી રહ્યા છે. આજે આપના પ્રિયજનનો મૂડ ખરાબ પણ થઈ શકે છે. સારૂ તો એજ થશે કે આપ કોઈ નક્કામી ચર્ચામાં ન પડશો. ધીરજ અને નમ્રતાથી કામ લેજો.

વૃષભ

જો આપને લાગે કે કેટલીક વાતોની બાબતમાં આપના પરિવારના લોકો વચ્ચે કોઈ અણબનાવ ચાલી રહ્યો છે તો આજ આપ એને ખત્મ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. કોઈ પણ ખોટી ધારણ વગર આ મુદ્દો સ્હેલાઈથી ઉકેલી શકાય છે. આપને ફક્ત વાતચીત કરતી વેળાએ ધ્યાન રાખવું જોઈશે. જોનજોતામાંજ બધોજ અણબનાવ ખત્મ થઈ જશે.

મિથુન

આપ અને આપના પરિવાર વચ્ચે મામલાં તનાવપૂર્ણ છે. જો આપ લોકો વચ્ચે કોઈ ઝઘડાપણ ચાલી રહ્યા છે અને એ વાતચીત ઉકેલી શકાતાંનથી તો આપે આપના પરિવારજનોને વધુ વખત આપવો જોઈએ. આખરે આપણે બધાજ માણસજ છીએ. ઘણી વાર આળણા વિચારોનો બીજાઓની સાથે મેળ નથી બેસતો એટલે સારૂં નો એજ છે કે આવી પરિસ્થિતિમાં થોડીક નમ્રતાથી કામ લ્યો.

કર્ક

આજે નવી દોસ્તીનો પાયો નાંખવાનો દિવસ છે. આજે નવા વ્યાવસાયિક અને સામાજીક સંબંધ બનવાના જોરદાર સંકેત છે. કોઈ સામાજીક સમારોહમાં આપ નવા લોકોને મળશો જેથી અનેક નવા સંબંધો સ્થપાશે. આજે આપે પોતાના ફોન નંબર અથવા ઈ-મેઈલ આઈડી બદલવામાં જરાપણ સંકોચ ન કરવો જોઈએ.

સિંહ

નજીકના મિત્ર આજે આપની મદદે આવશે અને આપને ખુશ પણ રાખશે. પોતાના સંબંધોને મજબુત બનાવવાને માટે તમોએ ખૂબ જ મહેનત કરી છે અને આપની મહેનત ફળી પણ છે. આ દિવસો ખૂબજ મોજ મસ્તી કરવાના છે. કારણકે આપનો મિત્ર આપની સાથે છે.

કન્યા

જો આપને કોઈ પ્રકારની મદદની જરૂર છે તો આપ કોઈપણ મિત્ર અથવા સંબંધીથી માંગવામાં જરાપણ સંકોચ ન કરશો. આપના નજીકના સંબંધો વિશ્વાસ અને આપસની સમજ પર આધારિત છે. જે સહયોગ આપ એક બીજાને આપશો એથી આપના સંબંધો વધુ મજબુત થશે. જેટલી સ્હેલાઈથી આપ સહુની મદદ કરો છો એટલીજ સ્હેલાઈથી એ લોકો પણ આપની મદદ કરવા તૈયાર રહેશે.

તુલા

આપના પરિવારનો કોઈ સદસ્ય અથવા કોઈ મિત્ર આપને નિરાશ પણ કરી શકે છે અને આપની સાથે કોઈ પરેશાની પણ ઉભી કરી શકે છે. ક્રોધમાં આવીને કદાચ આપ એમને ધમકાવવા ચાહશો પરંતુ સારૂં એજ છે કે આપ એમને પ્રેમથી સમજાવશો. એમને સજી આપવા કરતાં પ્રેમથી સમજાવવુંજ ઠીક થશે. તોજ તેમને એમની ભૂલનો ખ્યાસ આવશે.

વૃશ્ચિક

આજે આપને આપના કોઈ નજીકના મિત્રથી કોઈ ભેંટ મળી શકે છે. એ એવી વસ્તુ પણ હોઈ શકે છે જેને આપ ઘણાં સમયથી ખરીદવા ઈચ્છતા હતા. આ ભેટને માટે પોતાના મિત્રને ધન્યવાદ કહેજો. અને આ પણ એને એવું જ કંઈક આપવાતું વિચારી શકો છો. એથી આપની દોસ્તી વધુ મજબુત થશે.

ધન

આજે આપ અને આપના દોસ્ત વરચેના મધુર સંબંધ આપને ખુશી આપશે. કોઈ ગેરસમજણને ઉકેલવાથી આપના પ્રયાસ સફળ થશે. આ સમયે પોતાની જુની યાદો તાજી કરીને એની મઝા લેવાનો છે.

મકર

આજે આપ કદાચ કંઈક મુશ્કેલીઓમાં ફસાયેલા છો. આવા સમયે આપને જે મદદ મળશે એથી આપને ખૂબ રાહત મળી શકશે. આપને એ વાતથી ખૂબજ ખુશી થશે કે આપના ખરાબ સમયે આપના નજીકના મિત્ર આપને સાથ આપવા તૈયાર છે. બધાના જીવનમાં ચઢાવ ઉતારતો આવે છે પણ લધાય આપના જેટલા ભાગ્યશાળી નથી હોતા જેમના મિત્ર હમેંશા મદદને માટે તૈયાર હોય. પોતાના મિત્રોને મદદને માટે ધન્યવાદ કહેવાનું ન ભૂલશો.

કુંભ

આજે આપને આપની જુની દોસ્તી જ ફરી તાજી થશે પણ આ માટે પહેલું પગલું આપે જ લેવું પડશે. આપના આ રિસાઈ ગયેલા મિત્રને સંદેશ પહોંચાડવામાં આપનું દિલ અને દિમાગ પુરેપુરો સાથ આપશે. દોસ્તીમાં સુધારો થવાથી આપને ખુશી થશે અને પરસ્પરનો પ્રેમ પણ વધશે.

મીન

જો આજે આપને મદદની જરૂર પડી તો આપના મિત્ર અને સંબંધીઓ પીછે હટ નહીં કરે. આજે પોતાનાઓના સહયોગથી પોતાની સમસ્યા સહેલાઈથી ઉકેલી લેશો. આ સમય એમને એ બતાવવાનો છે કે એમનો સહયોગ આપને માટે કેટલો મહત્વપૂર્ણ છે. પોતાના પ્યાર જતાવવામાં સ્હેજ પણ સંકોચ ન કરશો.