ઘણીવાર દારૂ ના નાશા માંલ લોકો ઘણી વિચિત્ર હરકતો કરે છે. કેટલીક વાર વધારે નાશા માં ઘણા લોકો એવી હરકત કરે છે કે આપણે પણ હેરાન રહી જઈએ છીએ અને ઘણી વાર હાસ્યાસ્પદ હરકત પણ કરે છે.

આજે અમે તમને એક એવો કિસ્સો બતાવીશું જે ઘણો વિચિત્ર કહી શકાય એવો છે. તમે ક્યારેય એવું નઈ સાંભળ્યું હોય કે કોઈ કપલે દારૂના નાશા માં આખી હોટેલ જ ખરીદી લીધી હોય. ચાલો જાણીએ આ કઈ રીતે બન્યું.

આ વાત છે શ્રીલંકા ની જ્યાં એક વિવાહિત બ્રિટિશ કપલ ગિના લાયન્સ અને માર્ક લી હનીમૂન મનાવવા આવ્યા હતા. આ કપલે જે હોટલ માં રોકાનુ હતું તેજ હોટલ ખરીદવાનો નિર્ણય લઇ લીધો. ખબર પ્રમાણે શ્રીલંકા ના તાનાગાલે માં ગિના અને માર્ક ને જયારે ખબર પડી કે તે જે હોટેલ માં રોકાના છે તે હોટલ ની લીઝ જલ્દી જ પુરી થવામાં છે તો તેમને તે હોટેલ ખરીદવાનો નિર્ણય લઇ લીધો અને હિસાબ કરી ને એક પ્લાન પણ બનાવી લીધોકે જેથી હોટલ પણ ખરીદી શકાય.

ગિના અને માર્કે હોટેલ ના મલિક ને હોટેલ માટે લગભગ 30000 પાઉન્ડ ઑફર પણ કરી દીધા. અને હોટલ માલિકે તેનો સ્વીકાર પણ કરી લીધો. હોટેલ ખરીદવા માટે 15 હાજર પાઉન્ડ પેહલા વર્ષે અને બાકીના 15 હજાર બીજા વર્ષે આપવાના નક્કી કરી ને દિલ ફિક્સ કરી લીધી.આ બંને બ્રિટન ના રેહવા વાળા છે અને તેમના આ નિર્ણય તેમના પરિવાર વાળા ને પસંદ ના આવ્યા છતાં પણ તેમને તેમનો નિર્ણય ના બદલ્યો. જુલાઈ માં ગિના અને માર્ક આ હોટલ ના મલિક બની ગયા અને તેમણે હોટલ નું નામ બદલીને લકી બીચ તંગલે રાખી દીધું.