ભારત દેશ એક ધર્મ નિરપેક્ષ દેશ છે અને અહીંયા બધા ધર્મો ને માન આપવામાં આવે છે. ભારત ની સંસ્કૃતિ માં ઘણી જગ્યાએ વિવધતા માં એકતા જોવા મળે છે. ભારત માં ઘણા બધા ધર્મ છે પરંતુ સંસ્કૃતિ એક જ છે માટે જ ભારત આટલો સુંદર દેશ છે. માટે જ આજે અમે તમને એક એવા શિવલિંગ વિષે બતાવીશું જેને બે ધર્મ ના લોકો એક સાથે પૂજા કરે છે.
આમ તો તમે ક્યારેય પણ હિન્દૂ અને મુસલમાન ને એક સાથે એક મંદિર માં ક્યારેય પણ પૂજા કરતા નહિ જોયા હોય પરંતુ ગોરખપુર ની નજીક ખાજાની શહેર ના સરાઇતીવારી નામક ગામ માં એક એવું અદભુત મંદિર છે જ્યાં બંને ધર્મ ના લોકો એક સાથે પૂજા કરે છે. આ મંદિર માં ભગવાન શિવ નું એક ચમત્કારિક શિવલિંગ છે. એવું માનવામાં આવે છે કે આ શિવલિંગ કેટલાય સો વર્ષ જૂનું છે અને સ્વયંભૂ પ્રગટ થયેલું છે.આ શિવલિંગ હિન્દૂ ની સાથે મુસલમાન માટે પણ આસ્થા નું પ્રતીક છે કારણ કે ત્યાં શિવલિંગ ની ઉપર કલામ એટલે કે એક ઇસ્લામિક પવિત્ર વાક્ય લખેલું છે. એવું માનવામાં આવે છે શિવલિંગ ઉપર મહમુદ ગાજવાની એ આ વાક્ય લખાવેલું છે.
મહમૂદ ગાજવાની એ કરી હતી તોડવાની કોશિશ:-
લોકો ના મત મુજબ મહમૂદે આ મંદિર તોડવાની કોશિશ કરી હતી પરંતુ તેને સફળતા મળી ના હતી. પરંતુ તેને ત્યાર બાદ તેના ઉપર એક પવિત્ર ઇસ્લામિક વાક્ય લખાવી દીધું કે જેના કારણે હિન્દૂ તેની પૂજા ના કરે પરંતુ ત્યારથી આ મંદિર નું મહત્વ બંને સંપ્રદાય માટે વધી ગયું છે. દરવર્ષે શ્રાવણ મહિના માં હજારો શ્રદ્ધાળુ દ્વારા અહીંયા પૂજા કરવામાં આવે છે અને એક સાંપ્રદાયિક પ્રેરણા નું ઉદાહરણ પણ બની ગયું છે. રમજાન મહિના માં મુસલમાન ભાઈ ની સાથે હિન્દૂ પણ અહીંયા પૂજા કરવા આવે છે. એવું કેહવામાં આવે છે કે આ એક આત્મત્યાગ કરવા વાળું શિવલિંગ છે.
ન્હાવાથી મટી જાય છે બધા રોગ:-
મંદિર ના પૂજારી ના મત મુજબ ઘણા પ્રયાસ છતાં પણ અહીંયા છત નથી બની શકી અને ભગવાન ખુલ્લા આકાશ નીચે જ બિરાજમાન રહે છે. એક માનતા મુજબ તેની બાજુ માં આવેલા તળાવ માં એક કોઢ પીડિત રાજા ના નાહવાથી તેને રોગ સારો થઇ ગયો હતો બસ ત્યારબાદ લોકો ચામડી ના રોગ માંથી મુકતી મેળવવા માટે અહીંયા સ્નાન કરવા માટે આવે છે અને ચામડી ના રોગ માંથી મુકતી મેળવે છે.
મિત્રો જો તમે ભગવાન શિવ ના ભક્ત હોય તો કમેન્ટ બોક્સ માં "જય મહાકાલ" લખવાનું ભૂલશો નહિ.
જય મહાકાલ
0 Comments