ભારતીય ખાણી-પીણીમાં પાનનું મહત્વ ખાસ છે. આજે પણ તમામ શુભ અવસરો કે તહેવારમાં લોકો પાનને જરૂરથી સામેલ કરે છે. નાગરવેલનું પાન ડાઇજેશનમાં મદદ કરે છે. જેથી ખાવાનું ખાધા બાદ તેને ખાવાની પરંપરા છે. આજ પાન ખીલ દૂર કરવામાં પણ તમારી મદદ કરી શકે છે. જેના માટે તમને વધારે મહેનત કરવાની જરૂર નથી. કારણકે આ નુસખો ખૂબ સહેલો છે.

વાળ ખરવાથી રોકે

નાગરવેલના પાનની મદદથી ખરતા વાળની સમસ્યા પણ રોકી શકાય છે. જેના માટે સૌથી પહેલા પાનને પીસી લો તે બાદ પીસેલા પામાં તલ કે નારિયેળનું તેલ મિક્સ કરીને વાળના મૂળમાં લગાલી લો. એક કલાક તેને વાળમાં લગાવીને રાખો બાદમાં તેને ધોઇ લો. અઠવાડિયામાં બે વખત સતત આ ઉપાય કરવાથી તમને ફરક જોવા મળશે.

શુ છે ખીલ માટેનો આ અસરકારક નુસખો

સૌથી પહેલા 3-4 નાગરવેલના પાન લો અને તેને પાણીથી બરાબર ધોઇને સાફ કરી લો. આ પાનને પીસી લો અને તેમા એક ચમચી હળદર મિક્સ કરીને ઘટ્ટ પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ખીલ પર લગાવી લો અને બાકીની વધેલી પેસ્ટને ચહેરા પર લગાવી લો. પાનની તાસીર ઠંડી હોય છે જે ખીલને સહેલાઇથી સારા કરે છે. જ્યારે હળદરમાં એન્ટી-બેક્ટેરિયલ ગુણ હોય છે. જે ચહેરાથી બેક્ટેરિયા ખતમ કરે છે. જેનાથી ખીલના ડાઘ સહેલાઇથી ઓછા થઇ જાય છે. દિવસમાં એક કે બે વખત આ નુસખો સતત અઠવાડિયા સુધી કરી શકો છો. ત્રીજા જ દિવસે તમને તેની અસર જોવા મળી શકે છે.

સ્નાન કરતા સમયે કરો પાનનો પ્રયોગ

નાગરવેલના પાન ખૂબ ગુણકારી હોય છે. જો તમે ગરમીમાં પરસેવાની દુર્ગંધ અને ખીલથી પરેશાન છો તો પાનને સ્નાન કરતા સમયે પણ ઉપયોગમાં લઇ શકો છો. જેના માટે રોજ સ્નાન કરવાના બે કલાક પહેલા એક ડોલ પાણીમાં 3-4 પાન ઉમેરી લો. ત્યાર બાદ આ પાણીથી સ્નાન કરી લો. આ નુસખાથી પરસેવાની દુર્ગંધથી રાહત મળશે અને ક્યારેય પણ ખીલની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં..