ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં હિ મેન ધરમેન્દ્ર હાલમાં ફિલ્મી દુનિયાથી દૂર તેમનાં ફાર્મ હાઉસ પર જીવન વિતાવે છે. આ ફાર્મ હાઉસ પરથી એક વીડિયો શૅર કર્યો છે. આ ફાર્મ હાઉસ મુંબઇથી નજીક લોનાવાલામાં છે. જ્યાં તેઓ એકલાં જ રહે છે.

આ  ફોટો માં તે મેથીનાં પરાઠા ખાતા અને ચા પીતા પીતા તેમનાં બંગલાનાં ગાર્ડનનો નજારો દર્શાવે છે.

તે કહે છે કે, જીવન ખુબજ સુંદર છે. દોસ્તો, જીવો અને જી જાનથી જુવો. લવ યૂ... ચીરઅ અપ..

ધરમજી અવાર નવાર તેમનાં ફેન્સ માટે આવા વીડિયો મેસેજ મુકતા હોય છે અને ફેન્સ તે પસંદ પણ કરતાં હોય છે.

આપને જણાવી દઇએ કે ધરમજીએ શૅર કરેલાં આ વીડિયોને 55 હજારથી વધુ વ્યૂઝ મળી ગયા છે.

ધરમેન્દ્રનાં બંગલાની આ તસવીરો તેમણે ઇન્સ્ટાગ્રામ પર શૅર કરેલાં વીડિયોમાંથી લેવામાં આવી છે.