ગુજરાત વિધાનસભાના શરૂ થયેલા સત્રમાં સાત બીલ રજૂ કરાશે. જ્યારે ગુજરાતમાં દુનિયાભરના પ્રવાસીઓને આકર્ષતા સ્ટેચ્યુ ઑફ યુનિટીના વિસ્તારને લગતું અલગ વિધેયક લાવી આ વિસ્તારને નોટિફાઈડ એરિયા તરીકે જાહેર કરીને વધુ પર્યટકોને આકર્ષવાનું અને તેના વિકાસને ઝડપી બનાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વિસ્તારમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ શાસન નહિ કરે. માત્ર વહીવટી તંત્રને હસ્તક જ તેના વિકાસની જવાબદારી નાંખવામાં આવશે.

આ વિધેયક લાવીને સરકાર આ નોટિફાઈડ એરિયાને ગુજરાત રાજ્યની દારૂબંધીની જોગવાઈમાંથી તેને મુક્ત કરવા માટેનું આયોજન કરી રહી હોવાની ચર્ચાએ જોર પકડયું છે. આ પગલું લઈને સ્ટેચ્યુ ઑફ યુનિટી જોવા આવતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થાય તે માટે આયોજન કરવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.