અત્યારના આધુનિક સમયમાં ભગંભાગ વાળું જીવન થઇ ગયું છે. કામ પર જવાની ઉતાવળમાં તમે ખાવા-પીવાનું ધ્યાન રખાતું નથી. ઘરનો નાસ્તો ન કરવાના કારણે બહારનું અનહેલ્દી ફૂડ ખાવાથી બીમારીઓની સાથે જાડિયાપણાને આમંત્રણ આપીએ છીએ.
મેદસ્વિતા (fat) વધ્યા પછી તેને ઓછું કરવા માટે એક પડકાર બની જાય છે. અનેક લોકો મેદસ્વિતા ઓછી કરવા માટે જીમ જાય છે. અનેક લોકો મોંઘા સપ્લીમેન્ટ્સ ખરીદી લે છે. પરંતુ અહીં તમને રસોડામાં (Home remedies) ઉપયોગમાં આવતી પાંચ વસ્તુઓ વજન ઘટાડવા માટે કેટલી મદદરૂપ છે એ જણાવીશું.
સેલરી (celery) :-
તમે સાંભળ્યું હશે કે પેટ ખરાબ થાય ત્યારે અજમાનો ઉપયોગ થાય છે. પરંતુ ઘણા લોકોને નથી ખબર કે ખાવામાં અજમાનો નાંખવાથી જમવાનું સરળતાથી પચે છે. ઉપરાંત ફેટ જમા થવા દેતો નથી.
લિંબું (lemon) :-
તમે વજન ઓછું કરવા માંગો છો, તો લીંબુ પાણનો ઉપયોગ આજથી શરૂ કરી દો. રોજ સવારે પાણીમાં લીંબુ નીચોવીને પીવાથી તમે મેદસ્વિતા ઓછી કરી શકો છો. આ સાથે તમે પેટની બિમારીઓથી પણ દૂર રહો છો.
ઓર્ગેનો (Organo) :-
તમે પિઝા અને સેન્ડવિચમાં ઓર્ગેનોનો સ્વાદ ચાખ્યો હશે. ઓર્ગેનોનો ઉપયોગ કોઇપણ ડીશનો સ્વાદ વધારે છે. ઓર્ગેનો માત્ર સ્વાદ વધારવા જ નહીં પરંતુ વજન ઓછું કરવાના ફેક્ટર ઉપર પણ કામ કરે છે.
ફૂદીનો (Peppermint):-
ફૂદીનાની ચટણી અને શિંકજીમાં ઉપયોગ ખુબ જ સારો માનવામાં આવે છે. ફૂદીનો ખાવાથી પાચનમાં પણ વધારે અસરદાયક છે. તમારે જો પેટ ઉપર ચરબી જમા થવા દેવી નથી તો ફૂદાનો ઉપયોગ આજથી જ શરૂ કરી દો.
રોઝમેરી (Rosemary):-
મોટાભાગના લોકોને લાગે છે કે રોઝમેરી માત્ર બ્યૂટી ફેસ પેકમાં જ ઉપયોગમાં લેવાય છે. પરંતુ તમને જણાવી દઇએ કે રોઝમેરીના નિયમિત ઉપયોગથી તમે પેટની ચરબી ઓછી થાય છે.
0 Comments