ટુ વ્હિલરના બજારમાં Hero Splendor અને Honda Activaની વચ્ચે કાંટાની ટક્કર ચાલતી રહેતી હોય છે. વેચાણના આ મુકાબલામાં ઓક્ટોબરમાં એક્ટિવાએ બાજી મારી લીધી છે. ઓક્ટોબર 2019માં 2,81,273 યૂનિટ વેચાણની સાથે એક્ટિવાએ સ્પ્લેન્ડરને પાછળ છોડી દીધું છે. અને ટુ વ્હિલરના વેચાણમાં પહેલા નંબરે આવી ગઈ છે.
સપ્ટેમ્બર 2019ની તુલનામાં ઓક્ટોબર 2019માં લગભગ 32 હજાર વધારે એક્ટિવા વેચાય હતી.
બીજા સ્થાને સ્પ્લેન્ડરઃ
ઓક્ટોબર 2019માં સ્પ્લેન્ડરના 2,64,137 યૂનિટ વેચાયા હતાં. ઓક્ટોબર 2019 મહિનામાં સ્પ્લેન્ડરના વેચાણમાં 1.57 ટકાનો ઘટાડો નોંધાયો હતો. સપ્ટેમ્બર 2019 મહિનાની તુલનામાં ઓક્ટોબર મહિનામાં સ્પ્લેન્ડરના વેચાણમાં 7.96 ટકાનો વધારો જોવા મળ્યો હતો. સપ્ટેમ્બર 2019માં 2,44,667 યૂનિટ સ્પ્લેન્ડર વેચાયા હતાં.
ટોપ 10 ટુ વ્હિલર્સઃ
1) Honda Activa- 2,81,273 યૂનિટ
2) Hero Splendor- 2,64,137 યૂનિટ
3) Hero HF ડીલક્સ - 1,85,751 યૂનિટ
4) Bajaj પલ્સર- 95,509 યૂનિટ
5) હોંડા સીબી શાઈન- 87,743 યૂનિટ
6) ટીવીએસ જૂપિટર- 74,560 યૂનિટ
7) બજાજ પ્લેટિના- 70,466 યૂનિટ
8) બજાજ સીટી 100- 61,483 યૂનિટ
9) ટીવીએસ લુના એક્સેલ સુપર- 60,174 યૂનિટ
10) સુઝુકી એક્સેસ- 53,552 યૂનિટ
ઓક્ટોબર 2019માં ટોપ 10 ટુ વ્હિલર્સનું કુલ વેચાણ 12,34,648 યૂનિટ રહ્યું હતું. ગયા વર્ષે ઓક્ટોબરમાં થયેલા વેચાણની સરખામણીમાં આ વખતે 5.75 ટકા ઓછું વેચાણ થયું છે. સપ્ટેમ્બર 2019માં ટોપ 10ની સરખામણીમાં ઓક્ટોબર 2019 મહિનામાં ટોપ 10 ટુ વ્હિલર્સનું વેચાણ 10.44 ટકા વધ્યું છે. સપ્ટેમ્બર 2019માં ટોપ 10 ટુ વ્હિલર્સનું કુલ વેચાણ 11,17,948 થયું હતું.
0 Comments