ભારતીય રેલ્વેએ દેશના પર્યટકો માટે લક્ઝરી ટ્રેનોનું ભાડુ ઘટાડવા અને સામાન્ય મધ્યમ વર્ગના પ્રવાસીઓને પરવડે તેવા નિર્દેશ આપ્યા છે.
રેલ્વે રાજ્યમંત્રી સુરેશ સી આંગડીએ રેલવે ભવનમાં કર્ણાટક રાજ્ય પર્યટન નિગમ (KSRTC) દ્વારા 11 વર્ષ પહેલા શરૂ કરાઈ હતી, તેવી જ એક લક્ઝરી ટ્રેન ગોલ્ડન ચૈરિયટના માર્કેટિંગ, પ્રચાર અને સંચાલન માટે કેએસઆરટીસી અને IRCTCની વચ્ચે એક કરાર પર હસ્તાક્ષર પ્રસંગે આ નિર્દેશ આપ્યા હતા.
ભારતીયોને પણ પરવડે તેવી હોય લક્ઝરી ટ્રેનો
અંગડીએ જણાવ્યું હતું કે, ગોલ્ડન ચૈરિયટ અને અન્ય લક્ઝરી ટ્રેનોને માત્ર વિદેશીઓ માટે જ નહીં, પરંતુ ભારતના સામાન્ય લોકો માટે પણ પોસાય તેવી બનાવવી જોઈએ. રેલ્વએ પહેલેથી આવી ટ્રેનોના હેલોજ ચાર્જ ઘટાડ્યા છે, જેના કારણે ભાડામાં ઘટાડો થયો છે.
કેટલીક સેવાઓમાં ખર્ચ ઘટાડવો જોઈએ અને ભાડુ સામાન્ય માણસ માટે યોગ્ય બનાવવું જોઈએ. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી ભારતીય પ્રવાસીઓને સલાહ આપી હતી કે, તેઓએ ભારતના ઓછામાં ઓછા 15 જોવાલાયક સ્થળોની મુલાકાત લેવી જોઈએ. જે માટે આ ટ્રેનો યોગ્ય સેવાઓ આપી શકે છે.
0 Comments