રાનુ મંડળની આ વાઇરલ  તસ્વીર એક ઇવેન્ટની હોવાનું જણાઈ રહ્યું છે. એમાં તે ભારે મેકુપ અને જવેલરી પહેરેલી જોવા મળી રહી છે.  લોકો તેમને સોષિહીયાળ  મીડિયા પર ટ્રોલ કરી રહ્યા છે.

'એક પ્યાર કે નાગમાં હૈ' ગાઈને પ્રખ્યાત બનેલી રાનુ મંડળ ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે તે પોતાના કોઈ પણ ગીત માટે ચર્ચામાં નથી, પરંતુ આ વખતે કંઈક બીજું છે. ખરેખર તેની એક તસ્વીર ખુબ વાઇરલ થઇ રહી છે. એમાં તે ભારે મેકઅપ માં જોવા મળી રહી છે. તેણે અનેક ઘરેણાં પણ પહેર્યા છે. આ મેકઅપ ના કારણે લોકો તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી રહ્યા છે.


વધુ મેકઅપ કરતા રાનૂ મંડલની આ તસવીર એક ઇવેન્ટની હોવાની જાણવા મળી છે. એવું જોવા મળે છે કે રાનૂ મંડલે ડિઝાઇનર વસ્ત્રો પહેર્યા છે. ઉપરાંત દાગીના પણ પહેર્યા છે. આમાં તેનો મેકઅપ વધારે છે. આવી સ્થિતિમાં ટ્વિટર અને ફેસબૂક સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકો તેની મજાક ઉડાવી રહ્યા છે. તેની સાથે, તેનો મેકઅપ કલાકાર પણ લોકોના નિશાના પર છે.


લોકોએ કહ્યું મેકઅપ આર્ટિસ્ટ 2020 નો ઑસ્કાર મળે છે. તેનો મેકઅપ તેના સ્કીનના કલર કરતા વધારે લાઇટ છે. હાલમાં મનોરંજનની દુનિયામાં રાનૂ મંડલ એક ચર્ચાનો વિષય બની ગઇ છે. તેણે હિમેશ રેશમિયા સાથે એક ગીત પણ ગાયું છે. રાનૂ મંડલને અનેક જાહેર કાર્યક્રમોમાં પણ જોવા મળી છે.


થોડા દિવસો પહેલા રાનૂ મંડલનો એક વીડિયો પણ વાયરલ થયો હતો. આમાં તે તેના એક ચાહકને ઠપકો આપતી જોવા પડી હતી. આ વીડિયો સામે આવ્યા બાદથી લોકોએ રાનૂ મંડલની ટીકા કરવાનું શરૂ કરી દીધું હતું. લોકો સોશિયલ મીડિયા પર તેમને વિવિધ પ્રતિક્રિયા આપી રહ્યા છે.