મેષ

આજે આપ પોતાના નિર્ણયો પર દૃઢ રહેજો અને બીજાના વિચારોથી પ્રભાવિત ન થશો. સારૂં તો એજ છે કે આપ પોતાના વિચારોને સાંભળો. કોઈ પણ વ્યક્તિને પોતાની ઉપર એના વિચાર લાદવા ન દેશો. આજે આપના અંતરઆત્માની અવાજ આપનો સાચો સાથીદાર નીવડશે.

વૃષભ

આજે આપ એ લોકોથી થોડાક હમારા છો જેઓએ આપને નિરાશ કરી છે. આપને લાગશે કે લોકો વચન તો આપી દેતા હોય છે પણ એને નભાવતા નથી. આજે આપે પોતાનું મગજ શાંત રાખવું પડશે. આપના કામમાં આવેલો આ અવરોધ અસ્થાઈ છે જે સમય જતાં દૂર થઈ જશે.

મિથુન

આજે આપ પોતાની જુની દિનચર્યામાં કંઈક નવું લાવવાનો પ્રયત્ન કરશો. શા માટે એ રૂચિના તરફ ધ્યાન દેવામાં ન આવે જેને આપ ઘણા સમયથી કરવા ચાહતા હતા. આજે આપ પોતાના કંટાળામાંથી બાહર નીકળીને એવું કંઈક કરો જેની ક્યારેય કોઈ એ આપથી અપેક્ષા પણ રાખી ન હતી. હાંસી મજાક આજ આપના પરિવારજનો અને મિત્રોમાં ખુશીઓ લાવી દેશે.

કર્ક

જો આપ વિચારો છો કે આપ કોઈક જગ્યા પરા સારી રીતે જમી ગયા છો તો ફરી એક વાર વિચારી લેજો. કદાચ આજે આપનું ઘર બદલવાની જરૂર પડે. આપ કદાચ પોતેજ ઘર બદલવાનું ચાહશો. પરંતુ જો આપે ઈચ્છા વગર પણ ઘર બદલવું પડે તો પણ નિરાશ ન થશો. આ ફેરફાર પણ આપના માટે શુભજ નીવડશો.

સિંહ

આજે પોતાને કોઈ પણ ઉપાધિમાંથી બચાવવાને માટે કોઈએ આપેલી માહિતીથી સત્યતાની ખાત્રી અવશ્ય કરી લેજો. અમસ્તી કોઈ વાત કે અફવાને સાંભળીને કોઈ નિર્ણય ન લેશો. ધ્યાન રાખજો કે આપ સાચી માહિતી પરજ કામ કરી રહ્યા છો.

કન્યા

પોતાના નિયંત્રણ બાહરની સ્થિતિમાં પડવાની જરૂર નથી. એમાં વધુ પડતો રસ લેવાથી પરિસ્થિતિ બગડી શકે છે. થોડીક મુશ્કેલીઓનો સામનો કરાયા પછી આપને સફળતા જરૂર મળશે. ધીરજ અને હિંમત રાખજો.

તુલા

આજે આપને લાગશે કે આપ પોતે બીજાઓના ખરાબ પહેવારથી દુખી છો. આપે પુરો પ્રયત્ન કરવો જોઈએ કે કોઈ નક્કામી વાતમાં ન પડો અને પોતાની જવાબદારીને સંપૂર્ણ રીતે નિભાવો. પરિસ્થિતિને કાબુમાં રાખવાને માટે આપ બીજાઓના વહેવારને તો કાબુમાં નથી રાખી શકતા પરંતુ પોતાના વહેવારને તો કાબુમાં રાખવો તો આપના વશમાં છે.

વૃશ્ચિક

આજે આપને લાગશે કે આપ ગુસ્સા અને ચિંતાની પકડમાં આવી ગયા છો. આજે આપ પોતાની જીંદગીના ઘણાં બધા ક્ષેત્રોમાં ઉન્નતિની ધીમી ગતિને કારણે થોડાંક હતાશ પણ છો. પરંતુ આ પરિસ્થિતિથી પણ ગભરાશો નહીં. આથી આપને ખબર પડશે કે આપ કેટલા પાણીમાં છો. એથી આપ પોતાના ઉદ્દેશોની પ્રાપ્તિને માટે નવી યોજનાઓ બનાવી શકો છો.

ધન

આજે આપ સમાજસેવા પ્રત્યે આકર્ષિત થશે. આજના દિવસે આપ જરૂરિયાતવાળા લોકોની મદદ કરવાને માટે દરેક પ્રયાસ કરશો. ભલે એ પૈસાને લગતી હોય કે સમયને લગતી હોય. દિવસની આખરે આપ વિચારી પણ નહી શકો કે આપને કેટલી ખુશી થશે.

મકર

આજે આપનું મન કોઈ સામાજીક કાર્યને માટે દાન આપવાનું થશે. પોતાના મનની વાત સાંભળો અને કોઈ સામાજીક સંસ્થાની મદદ કરજો. આ પૂણ્ય કાર્યથી જેટલી ખુશી લેવાવાળાને થશે એટલીક ખુશી આપને પણ થશે.

કુંભ

આજે આપની પાસે જેટલા સંસાધન છે એનો ઉપયોગ સમાજના કલ્યાણમાં કરો સાથે પોતાનાઓને પણ ખુશ કરવાનો પ્રયત્ન કરજો. આજે આપ કંઈક દાન કરશો અથવા સાથીને માટે કોઈ ભેટ ખરીદશો. કોઈ પણ રીતે આપના સંસાધનોથી જોઈને કોઈને લાભજ થશે.

મીન

આજે આપ એ વસ્તુઓને મહત્વ આપો જે હકીકતમાં આપને માટે મહત્વપૂર્ણ છે. આપે આપના પરિવાર, દોસ્તો અને કામ વચ્ચે સંતુલન કેળવવું જોઈશે. ક્યારેક ક્યારેક આપને એવું પણ લાગશે કે દરેક કામમાં સંતુલન ન રાખી શકવાથી આપની પ્રાથમિકતાઓ પુરી થઈ ન શકી. આ મુદ્દાઓને લઈને જો આજે આપ યોજનાઓ સમજી વિચારીને બનાવશો તો આપના મગજમાં સ્પષ્ટતા આવશે.