કાચા કેળા નો લોટ એ એક એવો પાવડર છે જે કાચા કેળા માંથી અથવા તો સૂકા કેળા માંથી તૈયાર કરવામાં આવે છે. હવે આ પાવડરનો વિશ્વના સુપર ફૂડ માં પ્રવેશ થઇ રહ્યો છે કે જેમાં અઢળક પોષકતત્વો અને ગુણો રહેલા છે.

નિષ્ણાતો ના મત અનુસાર ખુબજ ઓછા સમય માં અને કોઈ પણ કેમિકલ પ્રોસેસ વિના કેળા નો લોટ તૈયાર કરવા માં આવે છે. આ એક એવી પ્રક્રિયા છે જેમાં કાચા કેળા ની છાલ ઉતારવામાં આવે છે, તેને સુકાવવા માં આવે છે ત્યારબાદ તેનો ઉપયોગ કરવા માં આવે છે અને સૌથી સારી વાત એ છે કે તેની જાળવણી માટે તેમાં કોઈ પણ પ્રકાર ની વધારા ની વસ્તુ ઉમેરવાની કોઈ જરૂર નથી.

હા એવું બની શકે કે કાચા કેળા ના પોષકતત્વો જોતા એવું લાગે છે કે તે ઘઉંના લોટ નો વિકલ્પ બની શકે છે.તમારે માત્ર એટલું કરવાનું છે કે આ પાવડર માં તમારે માત્ર પાણી ઉમરેવાનું છે અને ત્યારબાદ તેમાંથી ફૂડ ત્યાર કરવાનું રેહશે.

રસોઈયાઓ ના કેહવા પ્રમાણે આ લોટ માંથી બ્રેડ, પાસ્તા અને કેક બનાવી શકાય છે.કાચા કેળા નો પાવડર આરોગ્ય માટે ખુબ કે ફાયદાકારક છે કારણ કે તેમાં પોટેશિયમ,આર્યન, કેલ્શિયમ, વિટામિન A તથા વિટામિન C મળે છે.

જો તમે એક એવો લોટ શોધી રહ્યાં ચો જે તમારા શાકાહારી હોવા માટે ફાયદાકારક છે અને ગ્લુટેન મુક્ત છે તો તમારા માટે આ શ્રેષ્ઠ વિકલ્પ છે.આ પાવડર માં વધુ માત્ર માં ફાઈબર રહેલું છે જે બ્લડશુગર ને નિયંત્રણ માં રાખે છે અને વજન પણ વધતું નથી માટે કાચા કેળા નો પાવડર ખુબ જ ઉપયોગી અને ફાયદા કારક છે.